Latest News For Gujarat Police Force Class-3 Bharati Related | G.K.Image & Gujarat Educational Updates

Android App

Latest News For Gujarat Police Force Class-3 Bharati Related

Latest News Gujarat Police Force Class-3 
  
અગત્યની સુચનાઓ તા.૦૩/૦૩/૧૭


ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
(૧)લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય થયેલ કુલ ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી માટે ઉમેદવારોને રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે શારીરિક કસોટી તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.જેમાં કુલ ૧,૦૩,૭૪૭ ઉમેદવારોએ ભાગ લીધેલ.
(૨)આ શારીરિક કસોટી (PET/PST) નું હંગામી પરીણામ તા.૧૬/૦૨/૧૭ ના રોજ જાહેર કરવામાં આવેલ. જે હંગામી પરીણામ અન્વયે ઉમેદવારો પાસેથી તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૭/૦૨/૧૭ સુધી વાંધા રજુઆતો મેળવી કરવાપાત્ર સુધારા કરી શારીરિક કસોટીનું આખરી પરીણામ ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબ જણાવવામાં આવેલ છે.
અ.નં.ગ્રાઉન્ડનું નામ પાસ ઉમેદવારોની વિગત નાપાસ ઉમેદવારોની વિગત
0ભૂતપૂર્વ સર્વિસમેન
પોલીસ હેડકવાર્ટર, અમદાવાદ શહેર, જે.ડી.નગરવાલા સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રિષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬
પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા
એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ
એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા-૩૮૯૦૦૧
એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત
એસ.આર.પી. ગૃપ-૭, કપડવંજ રોડ, એસ.ટી.નગર નજીક, નડીયાદ-૩૮૭૦૦૧
એસ.આર.પી. ગૃપ-૧૨, સેકટર-ર૭, ગાંધીનગર-૩૮૨૦૨૮
પોલીસ હેડકવાર્ટર, સાબરકાંઠા, સબજેલ નજીક, હિંમતનગર-૩૮૩૦૦૧
૧૦પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ
(૩)કોઇ ઉમેદવાર શારીરિક કસોટી (PET/PST)ના આખરી પરીણામની વિગતો જાણવા માંગતા હોય તો તેઓ અહી કલીક કરો.   .
(૪)ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે કુલ ૧૭,૫૫૨ ખાલી જગ્યાઓ ભરવા 3૪,૫૮૫ ઉમેદવારોને મેરીટના ધોરણે દસ્તાવેજ ચકાસણી માટે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલ તમામ ઉમેદવારોની વિગત જાણવા અહી કલીક કરો.   .
નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ મહિલા ઉમેદવારો તેમજ તમામ માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવેલ છે.
(૫)ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી તા.૧૬/૦૩/૧૭ થી ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૫/૦૩/૧૭ થી તા.૧૫/૦૩/૧૭ સુધી http://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
(૬)જે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓને નીચે જણાવેલ સરનામે લોકરક્ષક ભરતી બોર્ડના રાજય કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂમાં અથવા ફોન ઉપર કચેરી સમય (ક.૧૦/૩૦ થી ક.૧૮/૩૦) દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
સરનામું:લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯     

Featured Post

Current Affairs 4+5+6+7 Feb 2019 GK Image Pro Current Affairs 2019

Current Affairs 4+5+6+7 Feb 2019 GK Image Pro Current Affairs 2019