ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
|
| |
(૧) | લોકરક્ષક ભરતી અન્વયે
તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે
કવોલીફાય થયેલ કુલ ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી માટે ઉમેદવારોને
રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે શારીરિક કસોટી
તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.જેમાં કુલ ૧,૦૩,૭૪૭
ઉમેદવારોએ ભાગ લીધેલ. |
| |
(૨) | આ શારીરિક કસોટી
(PET/PST) નું હંગામી પરીણામ તા.૧૬/૦૨/૧૭ ના રોજ જાહેર કરવામાં આવેલ. જે
હંગામી પરીણામ અન્વયે ઉમેદવારો પાસેથી તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૭/૦૨/૧૭ સુધી
વાંધા રજુઆતો મેળવી કરવાપાત્ર સુધારા કરી શારીરિક કસોટીનું આખરી પરીણામ
ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબ જણાવવામાં આવેલ છે. |
| |
અ.નં. | ગ્રાઉન્ડનું નામ | પાસ ઉમેદવારોની વિગત | નાપાસ ઉમેદવારોની વિગત |
0 | ભૂતપૂર્વ સર્વિસમેન | | |
૧ | પોલીસ હેડકવાર્ટર, અમદાવાદ શહેર,
જે.ડી.નગરવાલા સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
| | |
૨ | એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રિષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬ | | |
૩ | પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા | | |
૪ | એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ | | |
૫ | એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા-૩૮૯૦૦૧ | | |
૬ | એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત | | |
૭ | એસ.આર.પી. ગૃપ-૭, કપડવંજ રોડ, એસ.ટી.નગર નજીક, નડીયાદ-૩૮૭૦૦૧ | | |
૮ | એસ.આર.પી. ગૃપ-૧૨, સેકટર-ર૭, ગાંધીનગર-૩૮૨૦૨૮ | | |
૯ | પોલીસ હેડકવાર્ટર, સાબરકાંઠા, સબજેલ નજીક, હિંમતનગર-૩૮૩૦૦૧ | | |
૧૦ | પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ | | |
|
| |
(૩) | કોઇ ઉમેદવાર શારીરિક કસોટી (PET/PST)ના આખરી પરીણામની વિગતો જાણવા માંગતા હોય તો તેઓ અહી
કલીક કરો. . |
(૪) | ભરતીની પ્રક્રિયા હાલ
સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી
કરવામાં આવેલ નથી. આ અંગે કુલ ૧૭,૫૫૨ ખાલી જગ્યાઓ ભરવા
3૪,૫૮૫ ઉમેદવારોને મેરીટના ધોરણે દસ્તાવેજ ચકાસણી માટે ભરતી બોર્ડ
દ્વારા બોલાવવામાં આવેલ તમામ ઉમેદવારોની વિગત જાણવા અહી કલીક કરો. . |
| નોંધઃ- ભરતી
બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ મહિલા ઉમેદવારો તેમજ તમામ
માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવેલ છે. |
| |
(૫) | ઉમેદવારોના દસ્તાવેજોની
ચકાસણી તા.૧૬/૦૩/૧૭ થી ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં
આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૫/૦૩/૧૭ થી તા.૧૫/૦૩/૧૭ સુધી http://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. |
| |
(૬) | જે ઉમેદવારોને કોલ
લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓને નીચે જણાવેલ સરનામે
લોકરક્ષક ભરતી બોર્ડના રાજય કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂમાં અથવા ફોન ઉપર કચેરી
સમય (ક.૧૦/૩૦ થી ક.૧૮/૩૦) દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે. |
|
સરનામું: | લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯ |
|